Internal vs. External Stocktaking – Gujrathi

ઈન્વેન્ટરીની સૂક્ષ્મ-દૃષ્ટિ પરથી પરદો હટે છેઃ આંતરિક અને બાહ્ય સ્ટોકટેકિંગની સરખામણી

બિઝનેસીસ માટે ઈન્વેન્ટરી મેનેજમેન્ટ પાયાના પથ્થર સમાન છે, કેમ કે તેનાથી કામગીરીની અસરકારકતા અને ગ્રાહકના સંતોષ પર સીધી અસર પડે છે. ઈન-હાઉસ સાધનો દ્વારા મેનેજ કરાતા આંતરિક સ્ટોકટેકિંગ તથા ઈન્વેન્ટરી પરિદૃશ્યમાં પરિવર્તન લાવનાર સ્ટોકટૅલીના ઍક્સ્ટર્નલ (બાહ્ય) સ્ટોકટેકિંગના એકબીજાથી સદંતર વિપરિત વિશ્વ પર આવો એક નજર કરીએ.

🔍આંતરિક (ઈન્ટર્નલ) સ્ટોકટેકિંગઃ સ્ટોકની ગણતરી અને ઑડિટની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા કંપનીના આંતરિક કાર્યબળ પર આંતરિક સ્ટોકટેકિંગ આધાર રાખે છે. આ પદ્ધતિ વ્યાવહારિક અથવા પ્રત્યક્ષ અભિગમ પૂરો પાડે છે., કેમ કે તેની સાથે એવા કર્મચારીઓ સંકળાયેલા હોય છે જેઓ બિઝનેસની ઝીણી ઝીણી બાબતોથી પરિચિત હોય છે.  આ બાબત ઈન્વેન્ટરી સંબંધિત સૂક્ષ્મદૃષ્ટિ સુધી તરત પહોંચ પૂરી પાડે છે, છતાં તેમાં સ્પેશિયલાઈઝ્ડ કુશળતાના અભાવ સાથે મેન્યુએલ પ્રક્રિયા પર વધુ પડતો મદાર રહેતો હોય છે, જેના કારણે સંભવિત માનવીય ભૂલો તથા અસંગતતાઓની શક્યતા વધી જાય છે.

📊 ઍક્સટર્નલ (બાહ્ય) સ્ટોકટેકિંગઃ ઈન્વેન્ટરી મેનેજમેન્ટમાં સ્પેશિયલાઈઝ્ડ વ્યાવસાયિકોને સ્ટોકટેકિંગની પ્રવૃત્તિઓનું આઉટસોર્સિંગ કરી સ્ટોકટૅલીના ઍક્સટર્નલ સ્ટોકટેકિંગ દ્વારા ક્રાંતિ સર્જવામાં આવી છે. આધુનિક ટેક્નૉલૉજી અને કુશળતાથી સજ્જ સ્ટોકટૅલી, ચોકસાઈ અને કાર્યક્ષમતા સાથે વ્યાપક ઑડિટ હાથ ધરે છે. આ સેવા નિષ્પક્ષ મૂલ્યાંકન, જે આંતરિક ગતિવિધિઓના પૂર્વગ્રહથી મુક્ત હોય છે અને આધુનિક પદ્ધતિ તથા ચોકસાઈપૂર્વકની પ્રક્રિયાઓના માધ્યમથી સચોટતાની ખાતરી રાખે છે. પોતાની ઈન્વેન્ટરીના પારદર્શક તથા વિશ્વાસપાત્ર મૂલ્યાંકનથી બિઝનેસને લાભ થાય છે, જેના કારણે માહિતગાર રહી નિર્ણય લેવાનું તથા વ્યૂહાત્મક પ્લાનિંગ શક્ય બને છે.

🚀મહત્ત્વપૂર્ણ તફાવતોઃ

  1. કુશળતા અને ટેક્નૉલૉજીઃ સ્ટોકટૅલી કુશળતા અને આધુનિક ટેક્નૉલૉજીનો લાભ તારવે છે, અને આમ આંતરિક સ્ટોકટેકિંગ પદ્ધતિઓની ક્ષમતાઓથી આગળ નીકળી જાય છે. આના કારણે સંપૂર્ણ ઑડિટ તથા ચોકસાઈભરી ઈન્વેન્ટરીની ખાતરી રહે છે, જે બિઝનેસીસને તેમની કામગીરી મહત્તમ કરવા તથા વિસંગતીઓ ઓછામાં ઓછી કરવા સક્ષમ બનાવે છે.
  2. તટસ્થ મૂલ્યાંકનઃ આંતરિક સ્ટોકટેકિંગથી વિપરિત સ્ટોકટૅલી ઈન્વેન્ટરીના સ્તરનું તટસ્થ મૂલ્યાંકન પૂરૂં પાડે છે, જે આંતરિક પૂર્વગ્રહો અથવા મર્યાદાઓથી મુક્ત હોય છે. આ તટસ્થતા ઑડિટ પ્રક્રિયાના વિશ્વાસ અને વિશ્વસનિયતામાં વધારો કરવાની સાથે ઈન્વેન્ટરી ડેટામાં ચોકસાઈ હોવાના વિશ્વાસને મજબૂત કરે છે.
  3. કાર્યક્ષમતા અને સુધારોઃ સ્ટોકટૅલીનું ઍક્સટર્નલ સ્ટોકટેકિંગ ઈન્વેન્ટરી મેનેજમેન્ટની પ્રક્રિયાઓને સરળ અને એકરૂપ બનાવે છે, જેના કારણે આંતરિક માનવબળને અન્ય કામમાં વાળી શકાય છે અને સાથે જ કાર્યક્ષમતા પણ વધે છે. સ્ટોકટૅલી ઈન્વેન્ટરી ઑડિટ્સની ઝીણી ઝીણી બાબતો હાથ ધરતું હોય ત્યારે બિઝનેસીસ પોતાની મુખ્ય કામગીરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, આનાથી નિયમપાલન તથા નફાકારકતાને મહત્તમ કરવાની ખાતરી રહે છે.

ટૂંકમાં, આંતરિક સ્ટોકટેકિંગ ઝડપ તથા સરળતા આપે છે, તો સ્ટોકટૅલીનું ઍક્સટર્નલ સ્ટોકટેકિંગ ઈન્વેન્ટરી મેનેજમેન્ટને એક નવી જ ઊંચાઈ પર લઈ જાય છે. गिनो तो जानो (ગણો તો જાણો)ની શક્તિ સાથે, બિઝનેસીસ ચોકસાઈ, કાર્યક્ષમતા તથા પોતાની ઈન્વેન્ટરી પ્રણાલીઓમાં શ્રેષ્ઠતા લાવી શકે છે, જેના કારણે સ્પર્ધાત્મક બિઝનેસ માહોલમાં લાંબા ગાળાની સફળતાનો માર્ગ રચાય છે.

Miss universe india 2024 : रिया सिंघा ने जीता मिस यूनिवर्स इंडिया 2024 का खिताब. Ndrf soldiers conference jawan times. Vivo v60e 5g first look : 50mp zeiss camera और 6500mah दमदार बैटरी.